વહીવટી શાખા એ જિલ્લા કલેક્ટર કચેરીની એક કડીરૂપ શાખા છે. જિલ્લા કક્ષાએ મહેસૂલી અધિકારીશ્રીઓની માસિક બેઠકના આયોજનમાં વહીવટી શાખા મુખ્ય ભૂમિકા નિભાવે છે. ગરીબ કલ્યાણમેળા, આપણો તાલુકો વાઇબ્રન્ટ તાલુકો જેવા કાર્યક્રમોના સંકલનમાં વહીવટી શાખા મુખ્ય ભૂમિકા નિભાવે છે. જનસામાન્યને સ્પર્શતા અન્ય મહત્વના પ્રશ્નોનું નિરાકરણ વહીવટી શાખા દ્વારા કરવામાં આવે છે.